અમદાવાદના ઠક્કરનગરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચેનો વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે...નો-એન્ટ્રીમાં ટ્રક ઘૂસ્યો તો ટ્રાફિક કોન્સ્ટેબલે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ડ્રાઈવરે ટ્રક ન રોકી અને આગળ દોડાવી દીધી...બસ, ત્યાર બાદ જે થયું એ કેમેરામાં કેદ થયું હોવાનો દાવો છે!ટ્રકને રોકવા માટે કોન્સ્ટેબલે ટ્રક પર પથ્થર ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે પથ્થર ફેંકનાર વ્યક્તિ I ડિવિઝન ટ્રાફિકનો કોન્સ્ટેબલ છે.ઘટના બાદ ટ્રક ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો..