સુરતના સરથાણા વિસ્તારથી આગળ આઉટર રિંગરોડ પર આવેલા 'દુખિયાના દરબાર' પાસે એક બેફામ કાર ચાલકે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો છે. બાઈકમાં લાગેલા કેમેરામાં કેદ થયેલી આ ઘટનાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોવાથી આ વિસ્તારમાં બેફામ કાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે.