વિશ્વઉમિયાધામ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ મહત્વનું નિવેદન આપતા હિંદુઓને મુંબઈના સિનેમાઘરોમાં બનેલા નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શાસ્ત્રો અને વેદોમાં જેનો ઉલ્લેખ છે તથા આપણા પૂર્વજો જેની પૂજા કરતા આવ્યા છે, તેવા પંચ દેવ અને શિવ-શક્તિની જ પૂજા કરવી જોઈએ.