ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ ગુજરાત ATSએ કાર્યવાહી કરી ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ કરી છે. વડોદરાના સિંધરોટમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો, જેમાંથી 87 કિલોથી વધુ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં સલીમ ડોલા લાંબા સમયથી વોન્ટેડ હતો. હવે તેની ધરપકડ બાદ ડ્રગ્સ નેટવર્કની વધુ કડીઓ સામે આવે છે કે નહીં તેના પર નજર રહેશે.