રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો હવે દારૂબંધી હટાવવાની માંગ સુધી પહોંચ્યો છે. બિલ્ડરોના પુત્રો અને પુત્રવધૂઓ ઝડપાયા બાદ ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવીલ પટેલે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રાજકોટથી મુહિમ શરૂ કરવાની વાત કરી છે. હવે આ મુદ્દે કેવો રાજકીય અને સામાજિક પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.