વડોદરાના સેવાસી રોડ પરથી પારેખ પરિવારનો વ્હાલસોયો આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' અચાનક ગુમ થઈ ગયો છે. લડ્ડુ માત્ર પોપટ નહીં, પરંતુ પરિવારના સભ્ય સમાન હતો. તેની સારસંભાળ માટે જેસિકાબેને પોતાની નોકરી પણ છોડી દીધી હતી. લડ્ડુ ગુમ થતાં જેસિકાબેન છેલ્લા ચાર દિવસથી અન્નનો દાણો પણ લેતાં નથી. પરિવાર દ્વારા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી છે અને લડ્ડુને શોધી આપનારને એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે.