અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાતાની પોળમાં છેલ્લા 200 વર્ષથી પુરુષો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને ગરબે રમવાની અદ્ભુત પ્રથા પ્રચલિત છે. આસો સુદ આઠમના રોજ માતાજીની માનતા પૂરી થતાં પુરુષો તેમની પત્નીઓ દ્વારા સાડી પહેરીને તૈયાર થાય છે અને ગરબા રમે છે. આ અનોખી ગરબી જોવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.