અમદાવાદના એસજી હાઈવે પર વાહનચાલકોને મોટી રાહત મળી છે. ઈસ્કોનથી સાણંદ ચોકડી વચ્ચે 464 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો છ લેનનો એલિવેટેડ બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે અઢી વર્ષમાં તૈયાર થયેલા આ બ્રિજથી ટ્રાફિકજામની સમસ્યામાં રાહત મળવાની આશા છે.