વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિરોધીઓને ગર્ભિત સંકેત આપતા લખ્યું છે કે તેમની શાંતિને નબળાઈ સમજવાની ભૂલ ન કરવી, કારણ કે દરેક જવાબ શબ્દોથી જ અપાય તે જરૂરી નથી. તેમના આ સૂચક કેપ્શનને કારણે હાલ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સાથે ચર્ચાઓ તેજ બની છે.