"કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા"... આ વાત હવે વિશ્વવિખ્યાત પંજાબી સિંગર અને ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ પણ માને છે.. હાલમાં જ તેઓ કચ્છના મહેમાન બન્યા છે... અને કચ્છના પ્રવાસે આવેલા દિલજીત દોસાંઝે વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત લઈ, અહીંની રોનક અને અદભુત કુદરતી સૌંદર્યની મન મૂકીને મોજ માણી હતી. દૂર-દૂર સુધી પથરાયેલા સફેદ રણના નજારા જોઈને ખુદ દિલજીત પણ અભિભૂત થઈ ગયા હતા... અને તેમણે કચ્છની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝના કચ્છ પ્રવાસની તસવીરો અને વીડિયો હાલ ચાહકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. જુઓ તેમણે શું કહ્યું..