અમેરિકામાં ગોલ્ડી બરાર વિરુદ્ધ તપાસનો ઘેરો વધુ કડક બન્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગોલ્ડી બરાર પર અમેરિકામાં 10 લાખ ડોલર એટલે કે આશરે 9.5 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હોવાના અહેવાલ છે. અમેરિકન તપાસ એજન્સીઓ દ્વારા બરારની શોધખોળ અને ધરપકડના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અમેરિકા અને કેનેડામાં હિંસક ગુનાઓ સાથે તેના કથિત સંબંધોને લઈને તપાસ ચાલી રહી છે. બરાર વિશે વિશ્વસનીય માહિતી આપનારને 10 લાખ ડોલર સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે...સાથે જ, કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ બરાર પર સંડોવણીના આરોપો લાગ્યા છે. હવે અમેરિકી એજન્સીઓની કાર્યવાહી વચ્ચે ગોલ્ડી બરાર પર વધુ કસાતો જઈ રહ્યો છે કાયદાનો સકંજો...