અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉમા સ્કૂલ પાસે રસ્તા પર લગાવવામાં આવેલા સ્ટોલમાં ભીષણ આગ લાગી હતી. એકસાથે 10 સ્ટોલ આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાં 7 સ્ટોલને ભારે નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.