માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નક્કી લેક, દેલવાડા જૈન મંદિર, અચલગઢ અને ગુરુ શિખર સહિતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી છે. હોટલો અને પીજી હાઉસફુલ થતાં પ્રવાસીઓ આબુરોડ ખાતે રોકાણ કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ હોટલનાં ઊંચા ભાડાં, પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ભારે મુશ્કેલીઓ છતાં ગુજરાતીઓનો માઉન્ટ આબુ જવાનો ઉત્સાહ યથાવત છે.