અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આગામી 21 નવેમ્બરે યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટ સામે જિલ્લા બાળ સુરક્ષા યુનિટે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં નાના બાળકોને પ્રવેશ ન આપવા અને સ્ટેજ પર ન બોલાવવા રજૂઆત કરી છે. 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ કરાયેલી આ રજૂઆતમાં 120 ડેસિબલ અવાજ અને ફ્લેશિંગ લાઈટ્સ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું જણાવી, 'પટિયાલા પેગ' સહિત નશા અને હથિયારોને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા તથા બુલેટ બેલ્ટ ન પહેરવા બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી કરાઈ છે.