દાહોદના બિલવાણી ગામમાં શિક્ષક જયેશ ચૌહાણે વિદ્યાર્થીઓને શાળાએ લાવવા અનોખી પહેલ કરી છે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓ શાળાએ ન આવતા શિક્ષક માઇક અને સ્પીકર લઈને ગામમાં ફરી વળ્યા હતા. 'શાળાએ આવો'ની હાંકલ સાથે તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી. શિક્ષકનો આ અનોખો અંદાજ અને બાળકોના શિક્ષણ પ્રત્યેની તેમની લગનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિક્ષકની આ પહેલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.