જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી બજરંગ ઢોસા રેસ્ટોરન્ટમાં ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પરિવાર સાથે જમવા ગયેલા એક ડોક્ટરને આ કડવો અનુભવ થયો હતો. ડોક્ટરે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી ફૂડ સેફ્ટી વિભાગ પાસે તપાસ કરવાની અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.