ગુજરાતી પાયલટ બન્યા 'રીયલ લાઈફ હીરો'-કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાયલટ---ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછ્છરની દુનિયાભરમાં પ્રશંસા---180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા----કો-પાઇલટે છરી મારી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ. PM મોદી સહિત નેતન્યાહૂ અને ટ્રમ્પે બહાદુરીને સલામ કરી. ટ્રમ્પે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી અને તેમને 'હીરો' કહ્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અત્યંત ગંભીર ખતરા અને પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે અન્યોનો જીવ બચાવવા માટે અદભુત હિંમત દર્શાવી છે. તેમની આ બહાદુરીના કારણે અસંખ્ય લોકોના જીવ બચ્યા છે અને એક મોટી દુર્ઘટના ટળી છે, સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ કેપ્ટન મછછાર ટૂંક સમયમાં સાજા થઈ જાય, નવી શક્તિ પ્રાપ્ત કરે અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના કરી છે.ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, હુમલાખોરે પાયલટ પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હોવા છતાં તેમણે હિંમત હારી નહીં અને વળતો સામનો કર્યો. ઇજાગ્રસ્ત હાલતમાં પણ કેપ્ટન સ્મિતે કૉકપિટનો દરવાજો ખોલ્યો, જેથી યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હુમલાખોરને કાબૂમાં કરી શક્યા.. ઈઝરાયેલી નાગરિકો અને અન્ય દેશોના લોકોના જીવ બચાવ્યા..ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી.. સ્મિત મચ્છાર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો.. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. વિમાનમાં 180 લોકો સવાર હતા.. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટ ઓમાનનો નાગરિક હતો.... જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે.. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પાઇલટની હિંમતને કારણે મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હતી. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી.. આ ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા....