પંચમહાલના શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભાઈબીજના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. જય માતાજીના જયઘોષથી સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો. નવા વર્ષની રજાઓને પગલે યાત્રાધામમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે.