બનાસકાંઠાના પાલનપુરમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન ગિરીશ ચૌહાણને સિટી ટ્રાફિક મહિલા પીએસઆઈ વી. એસ. દેસાઈએ અભદ્ર ભાષામાં ધમકાવ્યા હોવાનો આક્ષેપ થયો છે. પીએસઆઈએ અપશબ્દો બોલી રિપોર્ટ કરવાની ધમકી આપતા, પીડિત ટીઆરબી જવાને રડતા-રડતા વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.