મોરબીના લગધીરપુર રોડ પર આવેલી નર્મદાની મચ્છુ કેનાલમાંથી પીવાના પાણીની ગેરકાયદે ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કેનાલમાંથી ટેન્કરોમાં પાણી ભરીને ઔદ્યોગિક એકમોમાં વેચવામાં આવતું હોવાનો દાવો કરાયો છે. એક ટેન્કર પાણીનો રૂ.1000માં સોદો થતો હોવાના પણ આક્ષેપો છે. આ સમગ્ર મામલે જળ માફિયાઓ સામે કાર્યવાહી અને તંત્રની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.