અમદાવાદના 'સફેદ પરીન્દે' ગરબાના આયોજકો સામે ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ભારે રોષ ઠાલવ્યો છે. ખેલૈયાઓનો આરોપ છે કે 15000 રૂપિયા જેટલા મોંઘા પાસ ખરીદ્યા હોવા છતાં ત્યાં વ્યવસ્થાના નામે મીંડું હતું અને ફૂડની સુવિધા ન મળતાં તેઓ જાતે જ કોફી અને નાસ્તો બનાવતા જોવા મળ્યા હતા.