રાજકોટની સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. 70 વર્ષનાં વૃદ્ધા પોતાના સ્વજનને સારવાર માટે લઈ જવા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર થયાં હોવાનો વીડિયો સામે આવતાં હોસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. દર્દીને સ્ટ્રેચર ખેંચવાની નોબત કેમ આવી? હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા અને સહાય મળી રહી છે કે નહીં? આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.