સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતો 9 વર્ષનો મંત્ર પટેલ નાની ઉંમરે ટેક્નોલોજીની દુનિયામાં પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે. ધોરણ-4માં અભ્યાસ કરતો મંત્ર રોબોટિક્સ, મિકેનિક્સ, AI અને કોડિંગ શીખી રહ્યો છે. એટલું જ નહીં, તે જાતે મોબાઈલ એપ્લિકેશન, રોબોટ અને મોબાઈલથી નિયંત્રિત કાર જેવા મોડેલ પણ તૈયાર કરે છે. ઘરના છોડને દૂર બેઠા મોબાઈલથી પાણી આપી શકાય તેવી ટેક્નોલોજી વિકસાવવાના પ્રયાસો પણ કરી રહ્યો છે. આ ઉપરાંત યોગ, અબાકસ અને વૈદિક ગણિતમાં પણ તાલીમ મેળવી રહ્યો છે. મંત્રની આ પ્રતિભાને નિખારવામાં તેના માતા-પિતાનો મહત્વનો ફાળો છે.