વડોદરાના ગોત્રી વિસ્તારની ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં ચાર વર્ષની બાળકી લિફ્ટમાં ફસાઈ જતાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર વિભાગની ટીમે ત્રણ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બાળકીને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી. બાળકીનો આબાદ બચાવ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફાયર ટીમની કામગીરીને રહીશોએ બિરદાવી હતી.