લગભગ 240 જેટલા ગરીબ પરિવારો પાસે સનદ અને સરકારી આવાસ યોજનાના પુરાવા હોવા છતાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા તેઓ ઘરવખરી સાથે પાલનપુર કલેક્ટર કચેરીએ ભૂખ હડતાળ પર બેઠા છે. આ વિરોધ પ્રદર્શનને કારણે કલેક્ટર કચેરી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.