ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર, ગુજરાતના બે નેતાઓને મહત્વની જવાબદારી
BJP Yuva Morcha : BJP દ્વારા ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM) માટે નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં બે ગુજરાતીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના ધ્રુવ પંડિતને કેન્દ્રીય કાર્યાલય પ્રભારી બનાવવામાં આવ્યા છે, તો રંગમ ત્રિવેદીની નીતિ અને સંશોધન વિભાગના સહ-પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
BJP Yuva Morcha : ભાજપે ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM) માટે નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરી છે. ઉત્તર પ્રદેશના નિખિલ મણિ તિવારીને યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે શગુન પરિહાર, અરવિંદ દમાની અને માલોથ કોમાલી નાઈક સહિત અન્ય કેટલાક નેતાઓને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, અર્પિતા અપરાજિતા બજેના, હર્ષ વર્ધન સિંહ અને મિટ્ટા વંશી કૃષ્ણને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
TMC છોડતા જ પલટાઈ ગઈ બાજી: જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો, 500 ચોરસ મીટર મળશે ‘ગિફ્ટ’
જાણો કોને કઈ જવાબદારી મળી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના નિર્દેશ હેઠળ જાહેર કરાયેલી યાદી મુજબ, બિસ્વજીત ખોઉન્ડ (આસામ), આશિષ ઝાલા (મધ્ય પ્રદેશ), સયાલી રઘુનાથ કુલકર્ણી (મહારાષ્ટ્ર), હિમાંશુ શર્મા (રાજસ્થાન), સરદાર અરમાનજોત બ્રાર (પંજાબ), અમન યાદવ (ઝારખંડ) અને રાહુલ ઝા (બિહાર)ની રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિનીત વત્સ ત્યાગી (ઉત્તર પ્રદેશ)ને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને દેવરત સિંહ રાજાવાત (રાજસ્થાન) ને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી ટીમમાં બે ગુજરાતીઓનો સમાવેશ
ગુજરાતના ધ્રુવ પંડિતને કેન્દ્રીય કાર્યાલય પ્રભારી અને મોહિત સોની (દિલ્હી)ને કેન્દ્રીય કાર્યાલય સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ ઉપરાંત તેલંગાણાના અખિલા બંદમની નીતિ અને સંશોધન વિભાગના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના રંગમ ત્રિવેદી, તેલંગાણાના કમલ મડિશેટ્ટી અને હરિયાણાના ડૉ. રમા બલ્હારાની નીતિ અને સંશોધન વિભાગના સહ-પ્રભારીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મીડિયા ઇન્ચાર્જની જવાબદારી કોને સોંપાઈ
આ ઉપરાંત, બિહારના હિમાંશુ યાદવની મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિવાની સિંહ (દિલ્હી), અતુલ ઠાકુર (હિમાચલ પ્રદેશ) અને વિશુ બસોયા (દિલ્હી) ની મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વધુમાં દિલ્હીના અપૂર્વ સિંહની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે અને બિહારના માનવેન્દ્ર ચૌહાણની મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.