Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
24 Oct 2026, 5:48 PM
Gujarat News Live: જસદણમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ
જસદણના આટકોટ પંથકની 17 વર્ષીય સગીરાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જસદણ તાલુકાના એક ગામની સીમમાંથી સગીરાને બાઈક પર બેસાડી લઈ ગયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. બાબરા પંથકના અવાવરુ સ્થળે બે શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પરિવારને જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાના કાકાએ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મનસુખ નાનકા ભુરીયા અને રાકેશ દેવકા સામે ગુનો નોંધાયો છે.
24 Oct 2026, 5:42 PM
Gujarat News Live: તાપીના કટાસવાણ ગામમાં આખરે દીપડો પાંજરે પુરાયો
તાપી જિલ્લાના કટાસવાણ ગામના પટેલ ફળિયામાં આખરે દીપડો પાંજરે પુરાયો છે. દિપેશ ગામીતના ઘર પાસે દોઢથી બે વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે કેદ થતાં સ્થાનિકોને રાહત મળી છે. દીપડાની અવરજવરને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવ સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 25 કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 Oct 2026, 3:55 PM
Gujarat News Live: તલાલાથી 11 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. તલાલાથી 11 કિલોમીટર દૂર ઉત્તર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જમીનથી 7.8 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના તલાલા નજીક બપોરે 2:02 મિનિટે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.