SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જમ્યા પછી છાતીમાં કેમ થાય છે બળતરા? સામાન્ય ગેસ નહીં પણ આ હોઈ શકે છે મોટું કારણ!

ભોજન કર્યા બાદ છાતીમાં બળતરાને હંમેશા લોકો ગેસ સાથે જોડીને જુએ છે, પરંતુ તેની પાછળ એસિડ રિફ્લક્સ જેવા કારણ હોઈ શકે છે. આવો જાણીએ જમ્યા બાદ છાતીમાં બળતરા કેમ થાય છે.

Written By Gokani Dhaval
Published: Sep 28, 2026, 10:47 AM IST | Updated: Sep 28, 2026, 10:48 AM IST
Join

ભોજન કર્યાં બાદ છાતીમાં બળતરા થવી સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને ભોજન કર્યા બાદ છાતીમાં વચ્ચે બળતરાનો અનુભવ થાય છે, જે ક્યારેક-ક્યારેક ગળા સુધી પણ પહોંચી જાય છે. કેટલાક લોકો તેને ગેસ સમજી નજરઅંદાજ કરે છે, જ્યારે ઘણા મામલામાં તે એસિડ રિફ્લક્સ કે હાર્ટબર્નનો સંકેત હોઈ શકે છે.

સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે પેટમાં ઉપલબ્ધ એસિડ ઉપર તરફ ભોજન નળીમાં આવવા લાગે છે. ભોજન નળીની આંતરિક પરત પેટને એસિડથી બચાવવા માટે એટલી સુરક્ષિત હોતી નથી, તેથી ત્યાં બળતરાનો અનુભવ થાય છે. જાણો આ સમસ્યાથી કઈ રીતે બચી શકાય.

એસિડ રિફ્લક્સ હોઈ શકે છે કારણ
ભોજન કર્યાં બાદ છાતીમાં બળતરાનું સામાન્ય કારણ એસિડ રિફ્લક્સ માનવામાં આવે છે. પેટ અને ભોજન નળી વચ્ચે એક માંસપેશી વાલ્વની જેમ કામ કરે છે. જો તે ઠીક રીતે બંધ ન થાય કે વારંવાર ઢીલી પડે છે, તો પેટનું એસિડ ઉપર આવી શકે છે. તેના કારણે છાતીમાં બળતરા, મોઢામાં ખાટ્ટો સ્વાદ, ઓડકાર અને ગળામાં બળતરા જેવી મુશ્કેલી થાય છે. ખાસ કરી ભોજન કરવા કે ભોજનના તત્કાલ બાદ સૂવા પર આ સમસ્યા વધી જાય છે.

વધુ મસાલેદાર કે તળેલું ભોજન
ભોજનની કેટલીક આદતો પણ બળતરા વધારી શકે છે. વધુ તળેલું, મસાલેદાર કે વધુ ફેટવાળું ભોજન કેટલાક લોકોમાં હાર્ટબર્નને ટ્રિગર કરી શકે છે. આ કારણે જરૂરિયાતથી વધુ ભોજન પણ પેટ પર દબાવ વધારે છે. ચા-કોફી, ચોકલેટ, કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન કરનાર લોકોમાં પણ આ થાય છે. પરંતુ દરેક વ્યક્તિની સાથે આ સમસ્યા થતી નથી.

ભોજન કર્યા બાદ તત્કાલ લાંબા ન થાવો
ભોજન કર્યા બાદ તત્કાલ બેડ પર લાંબા થઈ જવાથી એસિડ ઉપર આવવાની સંભાવના વધી જાય છે. ખાસ કરી રાત્રે મોડેથી ભોરે ભોજન કર્યાં બાદ આવો અનુભવ વધારે થાય છે. તેથી ભોજન અને સૂવા વચ્ચે પર્યાપ્ત અંતર રાખવું મદદરૂપ થઈ શકે છે. ભોજન કર્યા બાદ થોડી હળવી એક્ટિવિટી સારો વિકલ્પ માનવામાં આવે છે.

ક્યારે તેને સામાન્ય બળતરા ન સમજવી?
છાતીમાં થનાર દરેક બળતરાને ગેસ કે એસિડિટી માની લેવી યોગ્ય નથી. જો બળતરાની સાથે છાતીમાં ભાર કે દુખાવો, શ્વાસ ચડવો, ઠંડો પરસેવો, ચક્કર, ઉલટી જેવા લક્ષણ જોવા મળે તો તેને નજઅંદાજ કરવા યોગ્ય નથી. વધુ મુશ્કેલી થવા પર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

 

Add Zee News as a Preferred Source

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES