SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Healthy Heart Test: 1-1 મિનિટના આ 3 કામ કરો, તમને ખબર પડી જશે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહીં

Healthy Heart Test: હાર્ટ હેલ્ધી છે કે નહીં તે તમારે હોસ્પિટલ ગયા વિના ઘરે બેઠા જાણવું હોય તો 1-1 મિનિટના આ 3 હોમ ટેસ્ટ ઘરે કરો. આ 3 ટેસ્ટ પરથી તમે સરળતાથી સમજી જશો કે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહીં.

Written By Krupa Shah
Published: Oct 09, 2026, 01:11 PM IST | Updated: Oct 09, 2026, 01:14 PM IST
Join

Healthy Heart Test: હાર્ટ હેલ્ધી છે કે નહીં તેની સચોટ જાણકારી બ્લડ ટેસ્ટ અને ડોક્ટરી તપાસ પછી જ મળી શકે પરંતુ તમારે હાર્ટ પ્રત્યે ધ્યાન આપવાની જરૂરી છે અને ડોક્ટરી તપાસ કરાવવી પડે એમ છે તે વાત જાણવાના ટેસ્ટ તમે ઘરે કરી શકો છો. આજે તમને 1-1 મિનિટમાં થઈ જાય તેવા 3 કામ વિશે જણાવીએ. આ કામ કરશો એટલે તમને સમજાઈ જશે કે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહીં.

હેલ્ધ એક્સપર્ટ અનુસાર હાર્ટના મસલ્સની સ્ટ્રેંથ, હાર્ટ રેટ બરાબર છે કે નહીં તે આ 3 કામ કરીને જાણી શકો છો. આ 3 કામ કયા છે અને કેવી રીતે કરવાના ચાલો તમને જણાવીએ.

1 મિનિટ દાદર ચઢવા અને ઉતરવા

સૌથી પહેલો ટેસ્ટ છે 1 મિનિટમાં અટક્યા વિના દાદર ચઢવા અને ઉતરવાનો. દાદર ચઢતી અને ઉતરતી વખતે રેલિંગ પકડવાની પણ નથી. બીજું કે દાદર ધીરે ધીરે ચઢવાના નથી. ઝડપથી સ્પીડમાં 1 મિનિટ માટે સીડી ચઢવી અને ઉતરવી. આ 1 મિનિટ દરમિયાન તમારો શ્વાસ ન ફુલે, છાતીમાં દુખાવો ન થાય અને તમે 1 મિનિટમાં રેસ્ટ લીધા વિના દાદર ચઢી ઉતરી શકો છો તો તમારી હેલ્ધ સારી છે.

હાર્ટ રેટ નોર્મલ થવાનો સમય

દાદર ચઢ ઉતર કર્યા ની કસરત પછી તમારા ધબકારા નોર્મલ કેટલા સમયમાં થાય છે તેના પર ધ્યાન આપો. તમે કરેલી ફિઝિકલ મહેનત પછી પલ્સ રેટ કેટલી ઝડપથી નોર્મલ થાય છે તે ચેક કરવાનું હોય છે. વોક, રનિંગ કે કોઈપણ કાર્ડિયો એક્સરસાઈઝ 3 મિનિટ કરો. ત્યારબાદ હાર્ટ રેટ ચેક કરો. પછી  1 મિનિટ રેસ્ટ કરો અને ફરી હાર્ટ રેટ ચેક કરો. જો હાર્ટ રેટમાં 25 બીટ ઓછા હોય તો રિકવરી સારી કહેવાય. જો આ આંકડો 12 થી ઓછો હોય તો રિકવરીમાં સમસ્યા હોય તેવું કહેવાય.

ચેર પર બેસવાનો ટેસ્ટ

ત્રીજો ટેસ્ટ છે ચેર પર બેસવાનો. ઘરમાં જે નોર્મલ પ્લાસ્ટિકની ચેર હોય તે લેવી અને તેના પર બેસવું. હવે બંને હાથને ક્રોસ કરી ખભા પર રાખી દેવા. એટલે કે ચેરના હેંડલ પકડવાના નથી. હવે ચેરને પકડ્યા વિના તેનામાંથી ઊભા થવું અને પછી બેસવું. આ કસરત 15 થી વધુ વખત કરવી. જો તમે 15 થી વધુ વખત સપોર્ટ વિના ઊભા થઈને ચેર પર બેસી શકો છો. તમારી ફિટનેસ સારી છે. જો તમે 15 થી ઓછી વખત આ કસરત કરો છો તો તમારે હેલ્ધ અને ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂર છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES