"અમને ગર્વ છે," સ્મિતને હોસ્પિટલમાં મળ્યા UAEના નાયબ વડા પ્રધાન, જાણો હવે કેવી છે ભારતીય કેપ્ટનની તબિયત
Smit Machchhar Health: નાયબ વડા પ્રધાને કહ્યું કે યુએઈને ગર્વ છે કે સ્મિત મચ્છર તેના એરલાઇન બિઝનેસનો ભાગ છે અને ઈમરજન્સી દરમિયાન તેમની જવાબદારીઓ શાંતિ પ્રત્યેની દેશની પ્રતિબદ્ધતા અને માનવ જીવનના મૂલ્યને પ્રતિબિંબિત કરે છે.
Smit Machchhar Health: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડા પ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે શનિવારે ફ્લાયદુબઈ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. નાયબ વડા પ્રધાન રશીદે સ્મિતની હિંમત, જવાબદારી અને ઈમરજન્સીમાં મુસાફરોના જીવ બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, અમને તમારા પર ગર્વ છે. યુએઈ સરકારે પણ ભારતીય પાઇલટનો આભાર માન્યો છે.
નાયબ વડા પ્રધાને X પર મુલાકાતના ફોટા શેર કર્યા
યુએઈના નાયબ વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મળવાના ફોટા શેર કરતા કહ્યું કે કેપ્ટન સ્મિત મચ્છર માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે કહ્યું કે યુએઈના નેતૃત્વ દ્વારા કેપ્ટન મચ્છરનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે UAEને ગર્વ છે કે સ્મિત મચ્છર તેના એરલાઇન બિઝનેસનો એક ભાગ છે, અને તેમણે જે રીતે ઈમરજન્સીનો સામનો કર્યો તે દેશની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને માનવ જીવનના મહત્વને પ્રતિબિંબિત કરે છે.
સ્મિતનું સ્વાસ્થ્ય હવે કેવું છે?
UAEમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિતની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તેમની સારવાર સારી રીતે ચાલી રહી છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, તે સ્મિતના પરિવાર અને સ્થાનિક UAE અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે, અને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. દૂતાવાસે UAE સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તબીબી સુવિધાઓ માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો અને કેપ્ટન સ્મિતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.