SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અંકલેશ્વરની ઉદ્યોગિક વસાહતમાં લાગેલી આગ કાબૂમાં, જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Gujarat Breaking News Live: 03 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 03:44 PM IST | Updated: Nov 03, 2026, 05:25 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
 

03 Nov 2026, 5:24 PM

Gujarat News Live: સુરતમાં ગઈકાલે આરોપીને સજા થઈ, આજે કર્યો આપઘાત

સુરતમાં ગઈકાલે આરોપીને સજા થઈ હતી, ત્યારે આજે જેલમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 37 વર્ષીય આરોપી શંભુલાલ આડાને ગતરોજ કોર્ટે સજા ફટકારી હતી. આરોપીએ જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

03 Nov 2026, 5:11 PM

Gujarat News Live: અંકલેશ્વરની ઉદ્યોગિક વસાહતમાં ભીષણ આગ

ભરૂચના અંકલેશ્વરની ઉદ્યોગિક વસાહતમાં દિવાળી પૂર્વે ભીષણ આગ લાગી છે. શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી. 9 જેટલા ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો છે. પાણી અને ફોમનો મારો ચાલવી અંદાજિત 3 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો. મામલતદાર, ફાયર એન્ડ સેફ્ટી અને GPCBની ટીમો ઘટના સ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ હજીપણ અંકબંધ છે, કોઈ જાનહાનિ થઈ નથી, જોકે, કંપનીને મોટું નુકશાન થયું છે. 

03 Nov 2026, 4:33 PM

Gujarat News Live: જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા ઈમેલ આઈડી દ્વારા જેલ ઉડાવવાની ધમકી મળી હતી. એ ડિવિઝન, એસઓજી અને એલસીબીએ તપાસ શરૂ કરી છે. બોમ્બ સ્કોર્ડ દ્વારા સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું. જો કે, જેલ પરિસરમાંથી શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, તેથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

03 Nov 2026, 4:23 PM

Gujarat News Live: CM અને DyCM વલસાડ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. વલસાડ અને વાપીમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. વાપીમાં 150 બેડની આધુનિક સરકારી હોસ્પિટલનું CMના હસ્તે લોકાર્પણ કરાયું, તો વાપીમાં CMના હસ્તે 441 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ, મંત્રી નરેશ પટેલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

03 Nov 2026, 4:07 PM

Gujarat News Live: વિંછીયામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું મકાન સળગાવાયું

વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણમાં યુવકનું મકાન સળગાવાયું હોવાની ઘટના સામે આવી છે. યુવતી અને યુવક ઘરેથી ભાગી જતા યુવકનું મકાન સળગાવી દીધું. યુવતીના પરિવારે યુવકનું મકાન સળગાવી દીધું હોવાની આશંકા છે. હવે આ મામલે 20 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે રાત્રે ઘટના બની હતી. પેટ્રોલ-ડીઝલ છાંટી મકાન સળગાવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

03 Nov 2026, 3:49 PM

Gujarat News Live: આવતીકાલે મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક

ગાંધીનગર ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં રાજ્ય સરકાર દિવાળી પહેલા કર્મચારીઓ માટે મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર DA વધારાનો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે 3% DA વધારાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ DA વધારાની જાહેરાત કરી શકે છે. 

03 Nov 2026, 3:48 PM

Gujarat News Live: વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નથી. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES