SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: બોટાદની જવાહર નવોદય સ્કૂલમાં 5 દિવસથી શિક્ષણ કાર્ય બંધ, અમદાવાદ કાંકરિયા ઝૂમાં વન્યજીવો માટે પણ ડાયટ પ્લાન

Gujarat Breaking News Live Updates: 23 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 23, 2026, 15:24 IST | Updated: Nov 23, 2026, 15:26 IST
Join

Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

23 Nov 2026 15:26 IST

Gujarat News Live: અમદાવાદ કાંકરિયા ઝૂમાં વન્યજીવો માટે પણ ડાયટ પ્લાન

અમદાવાદ કાંકરિયા ઝૂમાં વન્યજીવો માટે પણ ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. માણસોની જેમ હવે વન્યજીવોના સ્વાસ્થ્ય માટે પણ ખાસ ડાયટ પ્લાન તૈયાર. શિયાળાની શરૂઆત સાથે ઝૂમાં પશુ-પક્ષીઓના ખોરાકમાં વધારો કરાયો છે. સિંહ, વાઘ, દીપડા, હાથીથી લઈને વાનર અને હરણ માટે વિશેષ ખોરાકની વ્યવસ્થા કરાઈ છે. પશુ-પક્ષીઓને તેમની ઉંમર અને વજનના આધારે ખોરાક આપવામાં આવે છે.

ઠંડીની અસરને ધ્યાનમાં રાખીને વન્યજીવોના આહારમાં ફેરફાર કરાયો છે. સિંહ અને વાઘને રોજના 10થી 12 કિલો માંસની જગ્યાએ હવે 12થી 14 કિલો માંસ અપાશે. હાથીના ખોરાકમાં પણ વધારો, રોજના 200થી 210 કિલો સુધી ખોરાકની વ્યવસ્થા કરાઈ છે. પશુ-પક્ષીઓની તંદુરસ્તી અને શારીરિક ઊર્જા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરાયું છે. 

23 Nov 2026 15:25 IST

Gujarat News Live: બોટાદની જવાહર નવોદય સ્કૂલમાં 5 દિવસથી શિક્ષણ કાર્ય બંધ

બોટાદની જવાહર નવોદય સ્કૂલમાં 5 દિવસથી શિક્ષણ કાર્ય બંધ છે. સ્કૂલમાં 405 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ. શાળાની નજીક આવેલ ડમ્પિગ સાઇટમાં લાગેલી આગના ધુમાડાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થઈ હતી. વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને ઘરે લઈ જતા હાલ શિક્ષણ કાર્ય બંધ. હાલ શાળામાં એક પણ વિદ્યાર્થીઓ હાજર નથી. પાંચ દિવસથી સમસ્યા યથાવત હોવા છતાં તંત્ર મૌન છે. જ્યાં સુધી ડમ્પિગ સાઇટ નહીં ફરે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહે તેવો વાલીઓનો નિર્ણય.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES