Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
અમદાવાદમાં રહેતી ભાવનગરની દીકરી કાવ્યા જોશીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેક્સિમમ રોપ સ્કીપિંગમાં કાવ્યાએ ઈતિહાસ રચ્યો છે. 5 મિનિટમાં 9 kg વજન સાથે 25 વિવિધ રોપ સ્કીપિંગ કરી રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયના CEO પાવન સોલંકી અને એકપર્ટ કોર્ચ અમનદીપ સિંઘની હાજરીમાં રેકોર્ડ બનાવ્યો. પ્રથમ વખત આ પ્રકારનો રેકોર્ડ બન્યો છે. કાવ્યા જોશી 6 વર્ષથી બોક્સિંગ કરે છે, જે ગુજરાત સ્ટેટ ચેમ્પિયન છે.
16 Nov 2026 16:15 IST
Gujarat News Live: બનાસકાંઠા તેનીવાડામાં બે કોમો વચ્ચે જૂથ અથડામણ
બનાસકાંઠા જિલ્લાના વડગામના તેનીવાડા ગામે બે કોમો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે હિંસક મારામારી થતાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે. કયા કારણોસર જૂથ અથડામણ થઈ તે હજુ જાણવા મળ્યું નથી. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કપડાના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન તસ્કરો રોકડ સહિત નવા કપડાં મળી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયા છે. તસ્કરો કપડાની ચોરી કરી ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. હરીનગર 2માં આવેલ વ્હાઇટ હાઉસ નામના કપડાના શોરૂમમાં બે તસ્કરો પ્રવેશ્યા હતા. દુકાનના ગલ્લામાં રહેલ રોકડ રકમ સહિત નવા કપડાનો જથ્થો લઈને ફરાર થયા. એટલું જ નહીં આરોપીઓ જુના કપડાં ઉતારી નવા કપડાં પહેરીને ભાગ્યા. આરોપીઓના જુના કપડાંમાંથી રાજસ્થાનથી સુરતની રેલવે ટીકીટ મળી આવી. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. પ્રભારી તરુણ ચુગ, સંગઠન મંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાને લઈને ભાજપના કાર્યકરોએ ઉત્સાહભેર ઉજવણી કરી. આગામી 22 નવેમ્બરે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે. પેજ સમિતિના સભ્યો, કાર્યકરો, સામાજિક આગેવાનો અને સમર્થકો સાથે સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.