SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગર મનપાના નવા ‘સરતાજ’ કોણ? મેયર રેસમાં રૂપસિંહ ઠાકોરનું નામ મોખરે!

Gandhinagar Mayor : ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી મેયર માટે હેમા ભટ્ટ અને અંજના મહેતાનાં નામ ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર દાસનું નામ ચર્ચામાં છે. જો કે, હજુ સત્તાવાર જાહેરાત 3 નવેમ્બરે કરવામાં આવશે.

Written By Dilip Chaudhary
Published: Nov 02, 2026, 07:32 PM IST | Updated: Nov 02, 2026, 08:01 PM IST
Join

Gandhinagar Mayor : ગાંધીનગર મનપાના રાજકારણથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે! દિવાળી પૂર્વે મનપાને નવા કપ્તાન મળી જશે. મેયરની રેસમાં રૂપસિંહ ઠાકોરનું નામ હવે ફાઇનલ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. મનપાના નવા હોદ્દેદારોની જાહેરાત પહેલાં જ રૂપસિંહ ઠાકોરના નામે બાજી મારી હોવાના સંકેતો મળતાં જ ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

લાંબા સમયથી આ નામો અંગે અટકળો ચાલી રહી હતી. ગાંધીનગરમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે એટલે મેયર પદનો કળશ પણ બક્ષીપંચના માથે ઢોળાયો હોવાની ચર્ચા સૂત્રો કરી રહ્યાં છે.ગાંધીનગર મનપાના નવા મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે સંભવિત નામો સામે આવ્યા છે.

મેયર તરીકે રૂપસિંહ ઠાકોરનું નામ લગભગ નિશ્ચિત

મળતી માહિતી મુજબ, ગાંધીનગર મનપાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે, સત્તાવાર જાહેરાતની હવે કરવામાં આવશે. બીજી તરફ, ડેપ્યુટી મેયર પદ માટે હેમા ભટ્ટ અને અંજના મહેતાનાં નામ ચર્ચામાં છે. આ બંનેમાંથી કોઈ એકને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં ડેપ્યૂટી મેયર પદે મહિલાને બેસાડી ભાજપ સંતુલન જાળવવાની કોશિષ કરી રહ્યું છે. 

 

કોણ બનશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન?

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. આ પદ માટે મહેન્દ્ર દાસનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે, ગૌરાંગ પટેલને પણ ફરીથી મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ગાંધીનગર મનપામાં પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જ્યારે દંડક પદ માટે મિત્તલ ખીમસૂરિયાનું નામ ચર્ચામાં છે.

આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકીય હલચલ તેજ બની છે. હવે તમામની નજર પક્ષના મોવડીમંડળની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. કયા નામ પર આખરી મહોર લાગે છે તે આવતીકાલે એટલે કે 3 નવેમ્બરના રોજ યોજાનારી સામાન્ય સભામાં નક્કી થશે.

ભાજપને 44માંથી મળી હતી 38 બેઠક

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2026માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 44માંથી 38 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી.

ચૂંટણી પરિણામની વિગતવાર માહિતી

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES