ગાંધીનગર મનપા ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન, કુલ 59.25 ટકા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ
Gandhinagar Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક 59.25 ટકા મતદાન નોંધાયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોર્ડ નંબર 4માં સૌથી વધુ 74.78 ટકા મતદાન થયું હતું, જ્યારે વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન નોંધાયું હતું. હવે ચૂંટણીનાં પરિણામો પર સૌની નજર રહેશે.
Gandhinagar Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આ વખતે મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાનગરપાલિકાનું ઐતિહાસિક 59.25 ટકા મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી છે. ચૂંટણી દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોર્ડ પ્રમાણે મતદાનની ટકાવારીમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જેમાં વોર્ડ નંબર 4 સૌથી આગળ રહ્યો હતો, જ્યારે વોર્ડ નંબર 5માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં બબાલ, વોર્ડ નં 11માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે
વોર્ડ નંબર 4માં સૌથી વધુ મતદાન
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સૌથી વધુ 74.78 ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 1માં 71.22 ટકા અને વોર્ડ નંબર 2માં 69.70 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 7માં 66.37 ટકા તથા વોર્ડ નંબર 6માં 61.98 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વોર્ડ નંબર 3માં 59.26 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વોર્ડ નંબર 5માં સૌથી ઓછું મતદાન
બીજી તરફ, વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 10માં 50.80 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વોર્ડ નંબર 9માં 51.54 ટકા અને વોર્ડ નંબર 8માં 51.88 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર 11માં કુલ 57.69 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
કુલ 59.25 ટકા મતદાન નોંધાયું
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. વોર્ડ પ્રમાણે મતદાનના આંકડા જોતા કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં ઓછી રહી હતી.
હવે બધાની નજર 13 ઓક્ટોબરના રોજ થનારી મતગણતરી પર ટકેલી છે. 13 ઓક્ટોબરના રોજ સવારે મતગણતરીનો પ્રારંભ થશે અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કોનો ગઢ જળવાઈ રહેશે તથા કોના શિરે મેયરનો તાજ સજશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.