SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળીના તહેવાર પહેલાં ઘરમાં છવાયો માતમ! દહેગામમાં 3 વર્ષના માસૂમ સાથે માતાએ ટૂંકાવ્યું જીવન

Gandhinagar : ગાંધીનગરના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામે એક મહિલાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાથે જીવન ટુંકાવી લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિવાળીના તહેવાર પહેલા માતા-પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 09:02 PM IST | Updated: Nov 03, 2026, 09:23 PM IST
Join

Gandhinagar : દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દહેગામના દેવકરણના મુવાડા ગામે માતા અને તેના ત્રણ વર્ષના માસૂમ પુત્રના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલાની ઓળખ ભગવતીબેન તરીકે થઈ છે, જ્યારે તેમના ત્રણ વર્ષના પુત્રનું નામ પ્રિન્સરાજ હોવાનું જાણવા મળ્યું છે.

નોકરીએ જવા બાબતે પતિ-પત્ની વચ્ચે થઈ હતી બોલાચાલી

પ્રાથમિક વિગતો મુજબ, આ ઘટના 2 નવેમ્બરની વહેલી સવારે બની હોવાનું સામે આવ્યું છે. નોકરીએ જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હોવાની માહિતી સામે આવી છે. મૃતક ભગવતીબેનના પતિ નિકુલસિંહ ઝોમેટોમાં નોકરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

માતા-પુત્રના મોતથી ગામમાં અરેરાટી

પરિવારજનો દ્વારા માતા અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગામ નજીક આવેલા તળાવ પાસે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાવળના ઝાડ સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. એકસાથે માતા અને ત્રણ વર્ષના માસૂમ બાળકના મોતની ઘટનાથી ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે દહેગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પરિવારજનોની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી અને ત્યારબાદ બનેલી આ કરુણ ઘટના પાછળ પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

દિવાળીના તહેવાર વચ્ચે માતા અને માસૂમ પુત્રના મોતની ઘટનાએ સમગ્ર દેવકરણના મુવાડા ગામને હચમચાવી દીધું છે. તો પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES