SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ડુમસ ફરવા જવું હવે પડશે મોંઘું! એન્ટ્રી ફી વસૂલવાના નિર્ણયને મંજૂરી, જાણો કેટલાની હશે ટિકિટ

Dumas Sea Face Fee : ડુમસ સી ફેસમાં ફરવા જવું હવે મોંઘું પડશે. કારણ કે, સુરત મનપાની સ્થાયી સમિતિએ એન્ટ્રી ફી વસૂલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તો પાર્કિંગ ચાર્જની દરખાસ્તને પણ લીલીઝંડી આપી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 21, 2026, 20:33 IST | Updated: Nov 21, 2026, 20:36 IST
Join

Dumas Sea Face Fee : સુરતના જાણીતા પર્યટન સ્થળ ડુમસ પર ફરવા જવું હવે મોંઘું પડશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ડુમસ સી ફેસ ખાતે મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી અને વાહનોના પાર્કિંગ ચાર્જ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયના પગલે હવે ડુમસ સી ફેસની મુલાકાતે આવતા લોકોએ પ્રવેશ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, એકસાથે 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી સાથે બદલીના આદેશ

વ્યક્તિ દીઠ રૂપિયા 20 પ્રવેશ ફી

નક્કી કરાયેલા દર મુજબ, 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ દીઠ રૂપિયા 20 પ્રવેશ ફી વસૂલવામાં આવશે. જ્યારે 3થી 12 વર્ષના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે રૂપિયા 10 ફી નક્કી કરવામાં આવી છે. જોકે, 3 વર્ષ સુધીનાં બાળકોને પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવશે.

પાર્કિંગ ચાર્જ પણ વસૂલવામાં આવશે

પ્રવેશ ફીની સાથે વાહનોના પાર્કિંગ ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ફોર વ્હીલર માટે રૂપિયા 30, થ્રી વ્હીલર માટે રૂપિયા 25 અને ટુ વ્હીલર માટે રૂપિયા 10 પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે બસ અને અન્ય હેવી વાહનો માટે રૂપિયા 90 પાર્કિંગ ફી નક્કી કરાઈ છે. ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક વાહનો માટે પાર્કિંગ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે.

મનપા દ્વારા આ નિર્ણય પાછળ ડુમસ સી ફેસ ખાતે થતા વીજળી બિલ, લેન્ડસ્કેપિંગ અને અન્ય જાળવણીના ખર્ચને પહોંચી વળવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. પર્યટન સ્થળની સુવિધાઓ અને જાળવણી માટે જરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રવેશ ફી તથા પાર્કિંગ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળી

સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ આ નિર્ણયને અંતિમ સ્વરૂપ મળવાનું બાકી છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ જ પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જની વસૂલાત શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે.

આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે પણ નિર્ણય પાછળના કારણો અને મનપાની વ્યવસ્થા અંગે વિગતો આપી હતી. આમ, સામાન્ય સભાની અંતિમ મંજૂરી બાદ ડુમસ સી ફેસની મુલાકાતે આવતા શહેરીજનો અને પ્રવાસીઓએ પ્રવેશ તેમજ વાહન પાર્કિંગ માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES