SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચૂપચાપ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યાં છે CM ભૂપેન્દ્ર પટેલ : રૂપાણીને પાછળ છોડ્યા, 2027માં તો મોદી પછીનો નવો રેકોર્ડ બનાવશે

Bhupendra Patel News : કોઈને સપને પણ ખબર નહોતી કે પાછળની હરોળમાં બેઠેલો એક વ્યક્તિ એકાએક ગુજરાતનો સીએમ બની જશે, જયારે નામની જાહેરાત થઈ ત્યારે છેલ્લી હરોળમાંથી ઉભા થઈને સ્ટેજ પર પહોંચનાર ગુજરાતના મૃદુ અને મકકમ કહેવાતા CM ભૂપેન્દ્ર પટેલ હવે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યાં છે. એમને રૂપાણીને તો પાછળ છોડી દીધા છે પણ આગામી ચૂંટણી સુધી CM રહ્યાં તો મોદી બાદ ગુજરાતમાં સૌથી વધારે સમય CM રહેવાનો નવો રેકોર્ડ બનાવી દેશે.

Written By Karan Rajput
Published: Oct 24, 2026, 07:36 PM IST | Updated: Oct 24, 2026, 07:46 PM IST
Image Credit: AI IMAGE
Join

Gujarat Chief Minister : ભાજપની નો રીપિટ થિયરીમાં રૂપાણીને ઘરભેગા કરીને મુખ્યમંત્રી બનનાર ભૂપેન્દ્ર પટેલે કાર્યકાળના મામલામાં પૂર્વ સીએમ રૂપાણીને પાછળ છોડી દીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના તાકતવર પાટીદાર સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલ એ કડવા પાટીદાર પટેલ અને રાજ્યના 17માં મુખ્યમંત્રી છે. 

ભૂપેન્દ્ર પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. સીએમ પદ માટે હંમેશાં ના ના કરતા ભૂપેન્દ્ર ભાઈ પટેલ દાદાના હુલામણા નામથી જાણીતા છે. ભૂપેન્દ્રભાઈ 13 સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 

ગત મહિનાની 13મી તારીખે 5 વર્ષ પૂર્ણ કરનાર ગુજરાતના સીએમ પોતાની બેદાગ છબી સાથે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાણીતા છે. ભલે હ્રદયના એકદમ કોમળ હોય પણ સરકારી નિર્ણયો લેવામાં હંમેશાં કઠોળ છે. જેઓ ઘણા અધિકારીઓેને ગંગાજળ પીવડાવી ચૂક્યા છે.

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના કદાવર નેતા વિજય રૂપાણીને હટાવીને સીએમ બનાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણી એ સમયે 5 વર્ષ અને 37 દિવસ સીએમની ખુરશી પર રહ્યાં હતા. હવે દાદા વિજય રૂપાણીને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે. ગત વર્ષે જૂન મહિનામાં વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. ભાજપે એ સમયે એક સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો હતો.  

ટોચના સ્થાને છે નરેન્દ્ર મોદી

ગુજરાતમાં સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. મોદીએ 12 વર્ષ અને 227 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી છે હવે તેઓ પ્રધાનમંત્રી છે.  જોકે કાર્યકાળના મામલામાં કોંગ્રેસના નેતા અને એક સમયના મુખ્યમંત્રી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ એ બીજા નંબરે આવે છે. જેઓએ મોદી બાદ 5 વર્ષ અને 235 દિવસ સુધી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી. ત્રીજો નંબર ગુજરાતમાં  KHAM થિયરીના જનક રહેલા માધવસિંહ સોલંકીનો આવે છે. જેઓ 5 વર્ષથી વધારે સમય સુધી સીએમ રહ્યાં હતા.

ભૂપેન્દ્ર પટેલ નિર્વિવાદીત ચહેરો

65 વર્ષના અને દાદાના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી ખાસિયત એ છે કે પીએમ મોદીની જેમ ક્યારેય એમની પર ભ્રષ્ટાચારનો છાંટોયે ઉડ્યો નથી. એમનો પરિવાર પણ રાજનીતીથી અને લાઈમ લાઈટથી દૂર રહે છે. જેઓ સામાન્ય અને સાદગીપૂર્ણ જીવન જીવે છે.

ભૂપેન્દ્ર પટેલને એક દીકરો અને એક દીકરી છે જેઓ બંને પરિણીત અને જીવનમાં સેટલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 17 નેતાઓને મુખ્યમંત્રી બનવાની તક મળી છે એમાં સૌથી નાનો કાર્યકાળ દીલીપ પરીખનો રહ્યો છે. જેઓ માત્ર 128 દિવસ માટે સીએમ રહ્યાં હતા.

ભૂપેન્દ્ર પટેલ જે પ્રકારે હાલમાં ગુજરાતની ધૂરા સંભાળી રહ્યાં છે એ જોતાં દિલ્હી હાઈકમાન્ડ એમને 2027 બાદ પણ ફરી સીએમ બનવાની તક આપી શકે છે. ભૂપેન્દ્ર પટેલ એ પાટીદાર સમાજના નેતા હોવાની સાથે ચૂપચાપ અને મક્કમપણે કામગીરી કરતા હોવાથી ભાજપને મુખ્યમંત્રીની ખુરશી માટે આવા જ એક ચહેરાની જરૂર છે. 

ગુજરાત એ મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ છે. બંને નેતાઓ ગુજરાતની રાજનીતિ પર સીધી નજર રાખતા હોય છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ જેવા નિર્વિવાદીત ચહેરાની ભાજપને પણ જરૂર છે. જો ભૂપેન્દ્ર પટેલ આ માટે તૈયાર હશે તો દિલ્હી હાઈકમાન્ડ એમને રીપિટ કરવા તૈયાર જ હશે.

દાદા ભગવાનને માને છે સીએમ

એકદમ ધાર્મિક પ્રકૃતિના ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં માને છે. જેઓ ત્રિમંદિર અડાલજ સાથે જોડાયેલા છે. જેઓ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનતાં એમની ઘાટલોડિયા સીટ પરથી ધારાસભ્ય બનીને સીએમ બન્યા છે. હાલમાં પણ તેઓ આ જ સીટનું પ્રતિનિધિત્વ કરે છે. 

પીએમ મોદી પછી ગુજરાતમાં લાંબા સમય સુધી સીએમ બનવાનો રેકોર્ડ રૂપાણીના નામે હતો હવે દાદા આગળ નીકળી ગયા છે. 2027માં ગુજરાતની ચૂંટણી પહેલાં દાદા હિતેન્દ્ર દેસાઈ અને માધવસિંહ સોલંકીને પણ પાછળ રાખી દેશે. જેઓ એક સમયે એકાએક સીએમ પદ પર બેઠા હતા એ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભાજપના કાર્યકાળમાં સીએમ તરીકે નવો રેકોર્ડ તો બનાવી દીધો છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES