ગાંધીનગરને મળ્યા નવા મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, Z 24 કલાકની ખબર પર લાગી મહોર
Gandhinagar News: ગાંધીનગર મનપાના રાજકારણથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય સભામાં ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની જાહેરાત કરાઈ છે.
Gandhinagar News: ગાંધીનગર મનપાના રાજકારણથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં શહેરના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સામાન્ય સભામાં મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર મેયરની રેસમાં રૂપસિંહ ઠાકોરનું નામ હવે ફાઇનલ થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે જ Z 24 kalak દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ઠાકોર સમાજના મેયર હોવાનું કહેવામાં આવ્યું હતું. જે આજે સાચું સાબિત થયું છે. મનપાના નવા હોદ્દેદારોની જાહેરાત પહેલાં જ રૂપસિંહ ઠાકોરના નામે બાજી મારી લીધી છે.
ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારો
- સામાન્ય સભા દરમિયાન સર્વાનુમતે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે.
- મેયર: રૂપસિંહ ઠાકોર
- ડેપ્યુટી મેયર: અંજનાબેન મહેતા
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મહેન્દ્ર પટેલ
હોદ્દેદારોની પસંદગીમાં સામાજિક સમીકરણોની શું હતી ફોર્મ્યુલા
ગાંધીનગર મહાનગરપાલિકાના નવા શાસક પક્ષના માળખામાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવા માટે સંતુલિત સામાજિક સમીકરણ બનાવવામાં આવ્યું હતું. ગઈકાલે Z 24 kalak દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેયર ઠાકોર સમાજના હશે, જ્યારે ડેપ્યુટી મેયર મહિલા બ્રાહ્મણ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમાજ હશે, જે સાચું સાબિત થયું છે. આ સિવાય પક્ષના નેતા ક્ષત્રિય સમાજ અને દંડક અનુસૂચિત જાતિ (SC)ના હશે.
Z 24 Kalak એ ગઈકાલે જ મેયર તરીકે રૂપસિંહ ઠાકોરનું નામ સૂચવ્યું હતું.
Z 24 Kalak દ્વારા સોમવારના રોજ પ્રસારિત કરેલા એક અહેવાલમાં ગાંધીનગર મનપાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોરનું નામ લગભગ ફાઈનલ હોવાનું જણાવ્યું હતું. જોકે, સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે અને એ વાત સાચી પડી છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર પદ માટે અંજના મહેતાનાં નામ જણાવ્યું હતું. ગાંધીનગરમાં ડેપ્યૂટી મેયર પદે મહિલાને બેસાડી ભાજપ સંતુલન જાળવવાની કોશિષ કરી રહ્યું છે.
ભાજપે 44માંથી 38 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી
ઓક્ટોબર 2026માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 44માંથી 38 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી.
ચૂંટણી પરિણામની વિગતવાર માહિતી
- કુલ બેઠકો: 44 (11 વોર્ડ)
- કુલ મતદાન: 59.25%
- ભાજપ (BJP): 38 બેઠકો
- કોંગ્રેસ (Congress): 5 બેઠકો
- અપક્ષ: 1 બેઠક
- આમ આદમી પાર્ટી (AAP): 0 બેઠક