SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નમો સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો વિરોધીઓને મુંહતોડ જવાબ, કોલ્ડપ્લેના ઉદાહરણ સાથે કહ્યું; 'આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે?'

Diljit Dosanjh Ahmedabad Concert: દેશ-દુનિયાના જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે 'ઓરા ઇન્ડિયા ટૂર 2026' અંતર્ગત શનિવાર, 21 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઐતિહાસિક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પરફોર્મ કરવાની પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી થતા દિલજીતે ચાહકોનો આભાર માન્યો હતો. આ ભવ્ય કોન્સર્ટ દરમિયાન દારુ પરના ગીતો ગાવાને લઈને છેડાયેલા વિરોધનો દિલજીત દોસાંજે સ્ટેજ પરથી વિરોધ કરનારાઓને જવાબ આપ્યો હતો.

Written By Kinjal Patel
Published: Nov 22, 2026, 11:55 IST | Updated: Nov 22, 2026, 12:22 IST
Join

Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો એક ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો, જ્યાં તેમણે ચાલુ શો દરમિયાન પોતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. દિલજીતે સમાજના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જ્યારે વિદેશથી 'કોલ્ડપ્લે' જેવું બેન્ડ આવીને "આઈ એમ ફીલિંગ ડ્રન્ક" જેવા ગીતો ગાય છે ત્યારે કોઈને વાંધો નથી આવતો, પરંતુ જ્યારે હું કંઈ ગાઉં છું ત્યારે મારો વિરોધ કરવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવ અંગે નારાજગી વ્યક્ત કરવાની સાથે તેમણે અંતમાં ખૂબ જ શાંત અને પ્રેમાળ અંદાજમાં કહ્યું કે, તેમના પર પ્રતિબંધો લગાવનારા તમામ લોકોને પણ તેઓ "I Love You" કહે છે.

અમદાવાદમાં આ ટૂરનો એક નવો ઇતિહાસ રચાઈ ગયો: દિલજીત

અમદાવાદમાં આયોજિત આ મેગા શોને નિહાળવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ શરૂ થઈ ગયો હતો અને સાંજે 7:30 વાગ્યે શો શરૂ થયો ત્યાં સુધી ચાહકોએ લગભગ ચાર કલાક સુધી ઉત્સાહ સાથે રાહ જોઈ હતી. દિલજીતે 'તું મુજે કબૂલ' જેવા લોકપ્રિય ગીતો ગાઈને સમગ્ર સ્ટેડિયમને ઝૂમવા પર મજબૂર કરી દીધું હતું, જ્યારે એક ચાહકને ખાસ ભેટ આપીને તેનું દિલ જીતી લીધું હતું. કોન્સર્ટ બાદ દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર જશ્નની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, અમદાવાદમાં આ ટૂરનો એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે.

દિલજીત દોસાંજે ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટની તસવીરો શેર કરી

દિલજીત દોસાંજે ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટની  તસવીરો શેર કરી છે, તેમાં જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે ભીડ ઉમટી છે. કોન્સર્ટ દરમિયાન જશ્નનો માહોલ છે. તસવીરોના કેપ્શનમાં દિલજીતે લખ્યું, 'આ જુઓ. ઓરા ઇન્ડિયા ટૂરમાં અમદાવાદમાં ઇતિહાસ રચાઈ ગયો.'

 

દિલજીતે સ્ટેજ પરથી 'કોલ્ડપ્લે' અને દેશી કલાકાર વચ્ચેના 'ડબલ સ્ટાન્ડર્ડ' પર ઉઠાવ્યા સવાલ

દારૂ સંબંધિત ગીતો ગાવા બદલ થતા વિરોધ અને પ્રતિબંધો મુદ્દે દિલજીતે સ્ટેજ પરથી પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બેન્ડ 'કોલ્ડપ્લે'નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, જ્યારે કોઈ વિદેશથી બેન્ડ આવીને 'આઈ એમ ફીલિંગ ડ્રન્ક એન્ડ હાઈ' જેવા ગીતો ગાય છે ત્યારે કોઈને વાંધો પડતો નથી, પરંતુ જ્યારે દિલજીત ગાય છે ત્યારે જ વિરોધનો વંટોળ ઊભો થાય છે. તેમણે કહ્યું કે, વિદેશી કલાકારોનું સ્વાગત થાય છે જ્યારે ભારતમાં જ જન્મેલા કલાકારને બહારથી આવેલો ગણાવીને તેના પર જ પ્રતિબંધો લાદવામાં આવે છે.

 'કોલ્ડ પ્લેવાળા ગીત ગાય તો પ્રોબ્લમ નથી, હું અહીંયાનો છું', ટીકાકારોને પણ "I Love You" 

દિલજીતે પોતાના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હળવાશથી લેતા સ્પષ્ટતા કર્યું હતું કે આવા વિરોધોથી મને કોઈ ફરક પડતો નથી અને તેઓ પોતાના કામનો પૂરો આનંદ માણી રહ્યા છે.  દિલજીતે જણાવ્યું હતું કે, કોલ્ડ પ્લેવાળા અહીં આવીને ગાઈ છે તો કોઈને પ્રોબ્લેમ નથી. દિલજીત ગાય તો પ્રોબ્લમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહારના કલાકાર આવીને ગાય તો તકલીફ નથી. મને કહે છે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીંયા થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું. આ લોકોને પ્રતિબંધો મારા પર જ લગાવી છે. મારા પર જે પ્રતિબંધો લગાવે છે તેનાથી મને કોઈ તકલીફ નથી. હું તો મજા કરી રહ્યો છું. મારા તરફથી તેમને પણ I Love You.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES