SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો, 300 લોકોની પરીક્ષા અટવાઈ

Ahmedabad GMC Exam : અમદાવાદની એલ.જે. કોલેજ ખાતે યોજાયેલી GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં હોબાળો થયો હતો. 300થી 400 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરંતુ શરૂઆતમાં 15 મિનિટ સુધી પરીક્ષા પ્રક્રિયા ખોરવાઈ હતી. કેટલાક ઉમેદવારો પરીક્ષા છોડીને બહાર નીકળી ગયા હતા.

Written By Dilip Chaudhary
Published: Nov 01, 2026, 07:09 PM IST | Updated: Nov 01, 2026, 07:16 PM IST
Join

Ahmedabad GMC Exam : અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં હોબાળો થયો હતો. પકવાન ચાર રસ્તા પાસે આવેલી એલ.જે. કોલેજ ખાતે યોજાયેલી આ પરીક્ષામાં આશરે 300થી 400 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જોકે, પરીક્ષાની શરૂઆતમાં જ કોમ્પ્યુટરમાં ખામી સર્જાતાં ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દિવાળી-છઠ ઉજવવા સુરતથી હજારો પરપ્રાંતિય પરિવારો વતનના રવાના; ઉધના સ્ટેશને માનવમહેરામણ! એક જ દિવસમાં દોડી 10 સ્પેશિયલ ટ્રેન!

કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં હોબાળો

મળતી માહિતી મુજબ, બપોરે 3:30થી સાંજે 6:30 વાગ્યા સુધી પરીક્ષાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરીક્ષા શરૂ થવાના સમયે જ કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં શરૂઆતની અંદાજે 15 મિનિટ સુધી પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હોવાની વાત સામે આવી છે.

"આ જુઓ'ને નીતિન કાકા કરમાઈ ગયા, અમે બધા નવરા થઈ ગયા છે...", પાટીદાર મહાસંમેલનમાં જ નીતિન પટેલની રાજકીય સ્થિતિ અંગે પરેશ ધાનાણીના ચાબખા

અમદાવાદ પરીક્ષા આપવા માટે દૂર-દૂરથી ઉમેદવારો આવ્યા હતા. લાંબી મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોને જ્યારે કોમ્પ્યુટરની ખામીને કારણે મુશ્કેલી પડી ત્યારે તેઓમાં નારાજગી જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્ર ખાતે હોબાળો થતાં કેટલાક ઉમેદવારો પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કેટલાક ઉમેદવારો પરીક્ષા આપવા માટે બેઠા રહ્યા હતા.

પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગ

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન સર્જાયેલી આ અવ્યવસ્થાને લઈને ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી.

બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષા મામલે પરીક્ષાના સેન્ટર તરીકે જવાબદારી સંભાળતી એલ.જે. કોલેજ સમગ્ર મામલે કોઈ જવાબ આપવા તૈયાર નથી. પરીક્ષામાં બહાર આવેલા ઉમેદવારોએ ટેકનિકલ ખામીના કારણે પરીક્ષાની પ્રક્રિયા પ્રભાવિત થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ આ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગ કરી છે. 

ઉમેદવારોએ આ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી છે. હવે પરીક્ષા સંચાલકો અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને શું નિર્ણય લેવામાં આવે છે, પરીક્ષા રદ કરવામાં આવે છે કે પછી આ ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે તેના પર ઉમેદવારોની નજર છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES