SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

82ના ઈશ્યૂ પ્રાઈસ સાથે આવી રહ્યો છે આ કંપનીનો મેઈનબોર્ડ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી તેજી, જાણો

Upcoming IPO: સંપૂર્ણ રીતે ફ્રેશ શેર પર આ IPO આવી રહ્યો છે અને આ કંપનીનો IPO 2 નવેમ્બરના રોજ ખુલશે, IPO દ્વારા મળેલી રકમનો ઉપયોગ સમય પહેલા બાકી દેણું ચુકવવામાં કરવામાં આવશે. આ કંપનીનું નામ બોમ્બે કેટેડ એન્ડ સ્પેશ્યલ સ્ટલ્સ લિમિટેડ છે. ચાલે તેના વિશે ડિટેલમાં જાણીએ.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 24, 2026, 04:33 PM IST | Updated: Oct 24, 2026, 04:35 PM IST
Join

Upcoming IPO: બોમ્બે કેટેડ એન્ડ સ્પેશ્યલ સ્ટલ્સ લિમિટેડનો 183.1 કરોડ રૂપિયાનો IPO 29 ઓક્ટોબરના રોજ રોકાણ માટે ખુલશે, કંપનીએ કહ્યું  છે કે સંપૂર્ણ રીતે ફ્રેશ ઈક્વિટી શેર પર આવી રહેલો આ IPO 2 નવેમ્બરના રોજ બંધ થશે. તેના માટે પ્રાઈસ બેન્ડ 78 રૂપિયાથી 82 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ગ્રે માર્કેટમાં આ IPO અત્યારથી ટ્રેડ કરી રહ્યો છે, ગ્રે માર્કેટમાં પ્રિમિયમની વાત કરવામાં આવે તો, અત્યારથી તે 8 રૂપિયા પર પહોંચી ગયું છે, તેના પ્રમાણે શેરનું લિસ્ટિંગ 90 રૂપિયા પર થઈ શકે છે.

પૈસાનું શું કરવામાં આવશે?

IPO દ્વારા મેળવેલી રકમમાંથી 125 કરોડ રૂપિયાનો ઉપયોગ સમય પહેલા દેણું ચુકવવા માટે કરવામાં આવશે, જ્યારે 15.7 કરોડ રૂપિયાનો ઉપયોગ સીમેન્સ પાઈનેન્શીયલ સર્વિસેજ સાથે હાલના પટ્ટા વ્યવસ્થા દ્વારા જરૂરી સાધનોની ખરીદી માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ કંપની સામાન્ય કામ માટે કરશે. આ IPOનું સંચાલન કરવા માટે સ્માર્ટ હોરાઇઝન કેપિટલ એડવાઇઝર્સને મર્ચન્ટ બેન્કર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછી એક લોટની બોલી લગાવી શકે છે. દરેક લોટમાં 182 શેર હોય છે, જેની કુલ કિંમત 14,924 રૂપિયા છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ દરેક લોટ માટે ઓછામાં ઓછી 14,924 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે.

કંપની વિશે

2019માં સ્થાપિત, બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સ એક સ્ટીલ પ્રોસેસિંગ સેન્ટર છે, જે સ્ટીલ કોઇલને સ્લિટિંગ, કટીંગ, શીયરિંગ અને બેવલિંગ જેવી પ્રક્રિયાઓ દ્વારા મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે. વિજયકુમાર હિંમતરાય ગુપ્તા દ્વારા પ્રમોટ કરાયેલ, કંપનીએ જૂન 2026માં પૂરા થયેલા ત્રણ મહિના માટે 397 કરોડ રૂપિયાની આવક પર 15 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 6.5% વધીને 30.5 કરોડ રૂપિયા થયો હતો, જ્યારે આવક 20 ટકા વધીને 1266.8 કરોડ રૂપિયા થઈ હતી.

2021થી, કંપની સ્ટીલ કોઇલના તેના સ્ત્રોતોમાંથી એક, JSW સ્ટીલ કોટેડ પ્રોડક્ટ્સ લિમિટેડ (JSWCPL) માટે અધિકૃત સેવા ભાગીદાર તરીકે કાર્યરત છે. વધુમાં, કંપની અન્ય સપ્લાયર્સ પાસેથી કાચો માલ મેળવે છે અને ઉત્પાદન સ્પષ્ટીકરણો અને ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેમની પ્રક્રિયા કરે છે. બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સ વાડા, ભિવંડી, ગીલોથ અને શ્રીસિટીમાં પ્રોસેસિંગ સુવિધાઓ ચલાવે છે, જે કુલ 42,209 ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે.

ગ્રીન મેન્યુફેક્ચરિંગ માટે GEM 4 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું 

તેની રાજસ્થાન સુવિધાને ગ્રીન મેન્યુફેક્ચરિંગ માટે GEM 4 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. કંપની સ્લિટિંગ, કટ-ટુ-લેન્થ, શીયરિંગ અને એમ્બોસિંગ માટે વાર્ષિક 350,411 મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MTPA)ની પ્રક્રિયા ક્ષમતા ધરાવે છે.

Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES