SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Today: પાંચમા નોરતે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજનો ગોલ્ડ-સિલ્વર રેટ જાણીને લેવા દોડશો

Gold Rate Today: રિટેલ બજારમાં સોના અને ચાંદીમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ લીલા નિશાનમાં છે. આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 15, 2026, 01:06 PM IST | Updated: Oct 15, 2026, 01:13 PM IST
Image Credit: AI Generated Image
Join

IBJA પર સોના અને ચાંદીના ભાવમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો  ભાવ આજે ઘટીને 1.45 લાખ આસપાસ પહોંચી ગયો છે જ્યારે ચાંદી 2.07 લાખના સ્તરે પહોંચી છે. જો કે રિટેલ ભાવની સરખામણીએ વાયદા બજારમાં આજે સોનુ અને ચાંદી વધારા સાથે જોવા મળી રહ્યા છે. જો ખરીદવાનો પ્લાન કરતા હોવ તો આજનો સોના અને ચાંદીનો ભાવ ખાસ જાણો.

આજનો સોના-ચાંદીનો ભાવ
IBJA પર આજે સવારે ખુલેલા ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું 500 રૂપિયા તૂટીને 145564 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 146064 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 6724 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ સીધો 207098 પર પહોંચી ગયો છે જે કાલે 213822 રૂપિયા પર બંધ થયો હતો.

ખાસ નોંધ: આ ભાવમાં મેકિંગ ચાર્જ કે જીએસટી સામેલ હોતા નથી. નવા ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે ખુલતા ભાવ અને બંધ ભાવ. એસોસિએશન શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરતું નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારનો લેટેસ્ટ ભાવ
રિટેલ બજારથી અલગ ભારતીય વાયદા બજાર (MCX)ના લેટેસ્ટ ભાવ જોઈએ તો બપોરે 12.25 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.93 ટકા ચડીને 147207 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.44 ટકા ઉછળીને 209251 રૂપિયાની સપાટીએ પહોંચી છે.

ધડાધડ કેમ ઘટ્યા ભાવ?

ચીનનું શું કનેક્શન?
ચાંદીના ભાવમાં ચીનનું સોલર સેક્ટર પણ મહત્વું છે. ત્યાં અનેક મોટા સોલર પેનલ નિર્માતા ઓવરકેપેસિટી અને નુકસાન સામે ઝઝૂમી રહ્યા છે. ઓવરકેપેસિટી એટલે કે ઉત્પાદનની ક્ષમતા જરૂરિયાતથી વધુ. જ્યારે વેચાણ અને નફો એટલો નથી. રોયટર્સ મુજબ ચીનની પાંચ મોટી સોલ કંપનીઓએ 2025માં 40 હજારથી વધુ નોકરીઓ ઘટાડી. સોલર સેલમાં વીજળી બનાવવા માટે ચાંદીનો ઉપયોગ થાય છે. પરંતુ ચાંદી મોંઘી થતા પેનલ નિર્માતા હવે સેલમાં ઓછી ચાંદી વાપરવાની ટેક્નિક અજમાવી રહ્યા છે. જેને થ્રેફ્ટિંગ કહેવામાં આવે છે. કેટલીક કંપનીઓ ચાંદીના વિકલ્પ તરીકે સસ્તી ધાતુ, જેમ કે તાંબુ પણ અજમાવી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES